મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બાગ બગીચા સહિતની સારી સુવિધા આપશે તો ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં કરીશું સન્માન: સામાજિક કાર્યકરો 


SHARE









મોરબીમાં બાગ બગીચા સહિતની સારી સુવિધા આપશે તો ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં કરીશું સન્માન: સામાજિક કાર્યકરો 

છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તો પણ આજની તારીખે મોરબી અને માળિયા શહેર પ્રાથમિક સુવિધા માટે લોકોને હેરાન થવું પડે છે અને મોરબી શહેરમાં એકપણ ફરવા લાયક સ્થળ નથી જેથી કરીને આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરોએ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશભાઇ, ગીરશભાઇ કોટેચાએ રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબી અને માળિયા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને જિલ્લો બન્યો તેને 11 વર્ષ થઈ ગયેલ છે તો પણ મોરબી શહેર તથા માળિયા શહેરમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હેરાન થવું પડે છે અને મોરબી કે માળિયા શહેરમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એક પણ સારો બગીચો આપી શક્યા નથી.

રાજશાહીમાં જે બગીચાઓ હતા તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી જેથી તે ખંઢેર બની ગયેલ છે. જેથી આ બંને શહેરમાં નવા બગીચા બનાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મોરબીમાં વર્ષો જુનુ શોભેશ્વર રોડ પર પાલિકાએ બનાવેલ પીકનીક સેન્ટર આવેલ છે તે હાલમાં ખંઢેર હાલતમાં છે અને ત્યાં આવારા તત્વોએ કબજો કરી લીધેલ છે ત્યારે મોરબી જિલ્લાને 4  ધારાસભ્ય અને 3 સંસદ મળ્યા પણ એક સારો બગીચો કેમ ન મળ્યો તે સવાલ ઉઠી રહ્યો છે.

હાલમાં સારવાર માટે અને શિક્ષણ માટેની સારી સુવિધાઓ નથી અને રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા, ભૂગર્ભ ગટરની સમસ્યા તેમજ નહેરૂ ગેટની ઘડિયાળ પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે.ત્યારે લોકોની સુવિધાઓને વધારીને સારા બાગ સહિતની લોકોને સુવિધાઓ આપવામાં આવશે તો મોરબીના ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં સન્માન કરવામાં આવશે તેમ સામાજિક કાર્યકરોએ જણાવ્યું છે.






Latest News