મોરબીમાં વર્ષો પછી રૂબરૂ મળીને શાળા-કોલેજના મિત્રોએ જૂની યાદોને તાજા કરી
મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડીસેમ્બર ની અનોખી ઉજવણી
SHARE







મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડીસેમ્બર ની અનોખી ઉજવણી
મોરબીમાં ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યર્થીઓ દ્વારા પ્રતિ વર્ષ ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી કરવામા આવે છે. જે અંતર્ગત પ્રવર્તમાન વર્ષે કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમનીમાંથી બચત કરી શૈક્ષણિક કીટ બનાવી ફાડસર, નાગલપર તથા જુના સાદુળકા ગામની સરકારી પ્રાથમિક શાળા સહીતની વિવિધ સરકારી પ્રાથમિક શાળાના બાળકોને અર્પણ કરી હતી. ઉલેખનીય છે કે, આજનુ યુવા ધન નવા વર્ષની ઉજવણી વૈભવી પાર્ટી કરીને ઉજવે છે ત્યારે ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ સમાજના પછાત વિસ્તારના બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી હતી. આ કકાર્ય બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા તથા સર્વે સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.
