ટંકારાના હમીરપર ગામે આધેડને મરવા મજબૂર કરનારા બે વ્યાજખોરને પકડવા માટે ઠેરઠેર તપાસ
મોરબી જિલ્લા સંકલનની બેઠક કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખને પણ સ્થાન આપવાની માંગ
SHARE
મોરબી જિલ્લા સંકલનની બેઠક કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખને પણ સ્થાન આપવાની માંગ
મોરબી જિલ્લામાં દર મહિને જિલ્લા સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેમાં મોરબી જિલ્લાના લોકોના પ્રશ્નો તથા સમસ્યાઓનો નિકાલ કરવામાં આવે છે ત્યારે આ બેઠકમાં જો ભાજપના આગેવાનોને બેસાડવામાં આવતા હોય તો રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસનાં જિલ્લાના પ્રમુખને પણ આ બેઠકમાં સ્થાન આપવામાં આવે તેવી માંગ જિલ્લા પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી દર મહિને જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે અને તે સંકલન સમિતિની બેઠકમાં મોરબી જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદ વિગેરે હાજર રહેતા હોય છે અને તેઓની હાજરીમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાતી હોય છે જેમાં ધારાસભ્યોએ અને સાંસદો હાજર રહેતા હોય છે જો કે, જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં છેલ્લે કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યો હાજર હતા તે ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલ તથા અન્ય ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા જેથી અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ કલેક્ટરને રજૂઆત કરીને આગમી સમયમાં જ્યારે પણ જિલ્લા સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવે તેમાં રાષ્ટ્રીય પક્ષના પ્રમુખ તરીકે તેઓને પણ આમંત્રિત કરવામાં આવે તેવી માંગ કરેલ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, જો ભાજપના આગેવાનોને આ બેઠકમાં બેસવા દેવામાં આવતા હોય તો પછી કોંગ્રેસના જિલ્લા પ્રમુખને પણ આ બેઠકમાં સ્થાન આપવું જોઈએ કેમ કે અંતે આ બેઠકમાં લોકોના હિત માટેના જ કામ કરવાના છે તો પછી કોંગ્રેસનાં પ્રમુખને કેમ બોલાવવામાં આવતા નથી ?