હળવદમાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી ખાતર મળવાના બનાવમાં પાંચ આરોપીઓને પકડવા તજવીજ: ડીવાયએસપી
ટંકારાના હમીરપર ગામે આધેડને મરવા મજબૂર કરનારા બે વ્યાજખોરને પકડવા માટે ઠેરઠેર તપાસ
SHARE







ટંકારાના હમીરપર ગામે આધેડને મરવા મજબૂર કરનારા બે વ્યાજખોરને પકડવા માટે ઠેરઠેર તપાસ
ટંકારાનાં હમીરપર ગામે રહેતા આધેડે વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે મોટા ભાગની રકમ ચૂકવી દીધેલ હતી તો પણ તેની પાસથી વધુ રૂપિયા પડાવવા માટે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કંટાળી ગયેલ આધેડે પોતાની જ વાડીએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને આ બાબતે ડીવાયઇએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી.
ટંકારા તાલુકાના હમિરપર ગામે રહેતા ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણી (50)ને ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખાએ બળજબરી કરી જમીનનુ 23.23 લાખનું સાટાખત કરાવી લીધેલ હતું અને સાટા ખત પેટે 10 લાખ ચેકથી આપેલ હતા અને વ્યાજ પેટે પાંચ લાખ આપેલ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરી મોતનો ભય બતાવ્યો હતો અને મારી નાખવાની ધમકીઓ આપી હતી તો આરોપી રાહુલભાઈ બચુભાઈ સવસેટાએ ગોપાલભાઇ ચિકાણી પાસેથી પ્રોમીસરી નોટ લખાવી 20 લાખ આપી તેનુ વ્યાજ 10 ટકા લેખે લેતો હતો જેથી કરીને 24 લાખ વ્યાજ સહીત ચુકતે કરી આપ્યા હતા તો પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી ગોપાલભાઇ ચિકાણીએ પોતાની જ વાડીએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો
આ બનાવ સંદર્ભએ હમીરપર ગામે આપઘાત કરી લેનાર ગોપાલભાઇના પત્ની ભાવનાબેન ગોપાલભાઈ ચિકાણી (50)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા માળીયા અને રાહુલભાઈ બચુભાઈ સવસેટા રહે. લાભદિપ સોસાયટી શેરી-3 રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ઉચુ વ્યાજ મેળવવા માટે બળજબરી કરી હતી અને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી જેથી કરીને બન્ને આરોપીઓએ ફરિયાદીના પતિ પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં તેના ત્રાસથી કંટાળીને ફરિયાદીના પતિએ ગળાફાસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
આ બાબતે ડીવાયએસપી સમીર સારડાની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને બંને આરોપીઓને પકડવા માટે થઈને જુદીજુદી દિશામાં તપાસ ચાલી રહી છે. અત્રે ઉલેકેખનીય છે કે, વ્યાજખોરોના ત્રાસના લીધે ઘણા પરિવારના માળા વેરવિખેર થઇ ગયેલ છે તેમા શંકાને કોઇ સ્થાન નથી જો કે, લોકોને મેડીલક સારવાર કે પછી ધંધા માટે ઘણી વખત વ્યાજે નાણા લેવા પડે છે અને ત્યારે બાદ તે લોકો વ્યાજખોરોની ચુંગાલમાં ફસાતા હોય છે અને અંતે પછી ગોપાલભાઇ ચિકાણી જેવા પગલા ભરવા પડતા હોય છે તે હકકીત છે.
