મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના જુના વેગડવાવ પાસે બાઈક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









હળવદના જુના વેગડવાવ પાસે બાઈક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામ પાસે વળાંકમાં બાઈક સ્લીપ થવાના કારણે બાઇક લઈને જઈ રહેલા યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતો વિપુલ ઉર્ફે કાલુ હરખાભાઈ પરમાર (32) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે 36 એબી 8154 લઈને હળવદથી ઇસનપુર ગામ તરફ આવી રહ્યો હતો દરમિયાન જુના વેગડવાવ ગામ પાસે નદીના નજીક આવેલ બંધ પેટ્રોલ પંપ પાસે વળાંકમાં બાઈકને બ્રેક કરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઇક લઈને જઈ રહેલા વિપુલ પરમારને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતો અને તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ હરદીપભાઈ હરખાભાઈ પરમાર (35) રહે. નવા ઇસનપુર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ત્રણ બોટલ  દારૂ

મોરબીના જેતપર રોડ ઉપર પાવરીયાળી કેનાલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની કુલ ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને 1655 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અસાકભાઇ હાસમભાઇ બાયદાણી (20) રહે. વીસીપરા જીન પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં કિશોર બચુભાઈ કોળી રહે. જેતપર તાલુકો મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તે બંનેની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે.




Latest News