મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે દીકરા સાથે થયેલ ઝઘડાનો ખાર રહીને માતાને ધક્કો મારીને રસ્તા ઉપર પડી દઈને લતા મારી: ત્રણ સામે ફરિયાદ


SHARE









ટંકારાના સજનપર ગામે દીકરા સાથે થયેલ ઝઘડાનો ખાર રહીને માતાને ધક્કો મારીને રસ્તા ઉપર પડી દઈને લતા મારી: ત્રણ સામે ફરિયાદ

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વૃદ્ધા તેમની વહુ સાથે મંદિરે જતા હતા ત્યારે તેના દીકરા સાથે અગાઉ જેને ઝઘડો થયો હતો તે શખ્સ ગાળો બોલતો હતો જેથી તેને ગાળો આપવાની ના પાડી હતી ત્યારે આ શખ્સે વૃદ્ધાને ધક્કો મારીને નીચે જમીન ઉપર પાડી દીધા હતા અને લાત મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ હાલમાં ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા રુક્ષ્મણીબેન પ્રભુભાઈ બરાસરા (71)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરજીભાઈ લીંબાભાઇ બરાસરા, અશોકભાઈ બચુભાઈ બરાસરા અને વિવેક અશોકભાઈ બરાસરા રહે. ત્રણેય સજનપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના દીકરા અશોકભાઈ અને ભરતભાઈને અગાઉ હરજીભાઈ બરાસરા સાથે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા તેમના વહુ ગામમાં આવેલ મંદિરે જઈ રહ્યા હતા દરમિયાન હરજીભાઈ બરાસરા ગાળો બોલતા હતા જેથી કરીને ફરિયાદી વૃદ્ધાએ ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી વૃદ્ધાને ધક્કો મારીને જમીન ઉપર પાડી દીધા હતા અને ત્યારબાદ લાતો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ અશોકભાઈ બરાસરા અને વિવેકભાઈ બરાસરાએ ફરિયાદીના ઘર પાસે આવીને બધાને ગાળો આપીને જોઈ લેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધાએ સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News