મોરબીના કર્તવ્ય નંદીઘરના નિર્માણ માટે લાઈફ લાઈન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યુ 27 હજારનું અનુદાન
મોરબી જીલ્લામાં થર્ટી ફર્સ્ટેની રાતે 18 પીધેલીયા-37 દારૂના જથ્થા સાથે પકડાયા
SHARE
મોરબી જીલ્લામાં થર્ટી ફર્સ્ટેની રાતે 18 પીધેલીયા-37 દારૂના જથ્થા સાથે પકડાયા
થર્ટી ફર્સ્ટેની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબી જીલ્લામાં એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ બે ડીવાયએસપી, નવ પીઆઇ, દસ પીએસઆઈ, 158 પોલીસ કર્મચારી તેમજ હોમગાર્ડ, જી.આર.ડી. તેમજ ટી.આર.બી. ના જવાનો મળીને 600 જેટલા સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે દારૂની પ્રવૃત્તિ સાથે સંકડાયેલ 72 ઇસમોને ચેક કર્યા હતા અને તેમજ 24 ફાર્મ હાઉસ, 33 ગેસ્ટ હાઉસ, 685 વાહનો અને 44 હોટેલ ચેક કરી હતી. ત્યારે દારૂ પીધેલ હાલતમાં 18 શખ્સો પકડાયા હતા અને દારૂના જથ્થા સાથેના 37 કેસ કરવામાં આવ્યા હતા અને 7 વાહન ડીટેઇન કર્યા હતા. અને પોલીસે 14700 નો દંડ સ્થળ ઉપર વસૂલ કર્યો હતો.









