મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ભારતીય સંસ્કૃતી પ્રણાલિકા મુજબ સંકલ્પ દિવસ


SHARE





મોરબીની ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ભારતીય સંસ્કૃતી પ્રણાલિકા મુજબ સંકલ્પ દિવસ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં સંકલ્પ દિવસ ઉજવાયો હતો.૨૦૨૫ ના નવા વર્ષના પ્રથમ દિવસે અન્ય લોકો વિદેશી દેશોનું અનુકરણ કરીને તેમની સંસ્કૃતી મુજબ નવું વર્ષ ઉજવે છે પરંતુ ભારતીય સંસ્કૃતી મુજબ આપણું નવું વર્ષ દિવાળીના બીજા દિવસ બેસતા વર્ષથી શરૂ થાય છે માટે આપણે આ વિદેશી સંસ્કૃતીને અનુસરવું જોઈએ નહિ અને ભારતીય પરંપરા જળવાઇ તે હેતુથી આ શાળામાં ભારતીય સંસ્કૃતી મુજબ ૨૦૨૫ ના પ્રથમ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ જેમાં વિધાર્થીઓએ દરરોજ પોતાના માતા-પિતા અને ગુરુજીને વંદન કરવાનું તેમજ તેઓને કે પરિવારને લાંછન લાગે તેવું એકપણ કાર્ય નહિ કરું અને પોતાના અભ્યાસને ધ્યાને લઈને અલગ અલગ સંકલ્પ લીધા હતા.શાળા પ્રમુખ હિતેશભાઈ મહેતાએ વિદેશી સંસ્કૃતીને ભૂલીને આપણી સંસ્કૃતીનું જતન કરવાનો દ્રઢ નિશ્ચય સાથે સંકલ્પ લેવડાવેલ અને બીજાને પણ આ દિવસે કોઈને કોઈ સંકલ્પ લેવડાવશુ તેવો સંકલ્પ કરાવ્યો હતો અને સૌ સાથે મળીને આ સંકલ્પ દિવસની ઉજવણી થકી ભારતીય સંસ્કૃતીને વિશ્વભરમાં પ્રચલિત કરીએ તેવું આહવાન કર્યુ હતુ.




Latest News