મોરબીમાં શ્રી શક્તિ ડેન્ટલ ક્લિનિક ખાતે રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે
મોરબીના કર્તવ્ય નંદીઘરના નિર્માણ માટે લાઈફ લાઈન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યુ 27 હજારનું અનુદાન
SHARE







મોરબીના કર્તવ્ય નંદીઘરના નિર્માણ માટે લાઈફ લાઈન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યુ 27 હજારનું અનુદાન
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા “કર્તવ્ય નંદીઘર” બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કર્તવ્ય નંદીઘર માટે નાના મોટા દાતાઓ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે ત્યારે જામ દુધઇ ગામની લાઈફ લાઈન વિદ્યાલય દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. અને આ લાઈફ લાઈન વિદ્યાલયના વિદ્યાર્થીઓને કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં કરવામાં આવતી અબોલ જીવોની સેવા વિશે માહિતી આપવામાં આવી હતી અને કર્તવ્ય નંદીઘરના નિર્માણ માટે દાન આપવાની વાત કરી હતી ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મની તથા ફંડમાંથી એકત્રિત કરીને 27 હજાર રૂપિયાનું અનુદાન આપ્યું હતું.
