મોરબીની ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ભારતીય સંસ્કૃતી પ્રણાલિકા મુજબ સંકલ્પ દિવસ
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી બાઈક ચોરીના કેસમાં વિમેદારને રકમ મળી
SHARE
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી બાઈક ચોરીના કેસમાં વિમેદારને રકમ મળી
મોરબીના નાની વાવડી ગામના વતની રાકેશ દામજીભાઈ ખાણઘરનું સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરાઈ જતાં એચ.ડી.એફ.સી. એગ્રો વીમા કંપનીએ વિમો ચુકવવાની ના પાડતા મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો અને લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતાં રૂા.૬૫,૭૫૦ અને રૂા. ૫૦૦૦ ખર્ચના તા.૭-૭-૨૩ થી ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.
કેસની વિગત એવી છે કે, નાની વાવડીના વતની રાકેશભાઈ દામજીભાઈ ખાણધરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ તા.૨૭-૬-૨૨ ના રોજ ઘરની બહાર શેરીમાં રાખેલ જે રાત્રી દરમિયાન કોઈ ચોરી ગયેલ તેમણે મોરબી સીટી પોલીસ સ્ટેશન એ. ડીવીઝનમાં ફરીયાદ અંગે રજુઆત કરેલ પોલીસ ખાતાના કહેવા પ્રમાણે હાલ અરજી દઇ જાવ અને એકાદ અઠવાડીયામાં નહીં મળે તો ફરીયાદ દાખલ કરીશું તેમ પોલીસે જણાવ્યું હતુ.જેથી ગ્રાહકે અરજી આપી દીધી હતી.પરંતુ ચોરાયેલ મોટર સાયકલ નહીં મળતાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
ગ્રાહકનો વીમો એચ.ડી.એફ.સી. એગ્રો ઇન્સ્યુરન્સ કંપનીનો હતો. કંપનીએ એવો જવાબ આપ્યો હતો કે ફરીયાદ ૧૯ દિવસ મોડી થતા વિમો મળે નહીં ગ્રાહક અદાલતે આ કારણનો સ્વીકાર કરેલ નહીં. અને કહ્યુ કે ગ્રાહકે વિમો ભરેલ છે અને મોડી ફરીયાદ સાથે કોઇ સબંધ નથી. માટે વિમા કંપનીએ ગ્રાહકને રૂા.૬૫,૭૫૦ અને રૂા.૫૦૦૦ ખર્ચાના ખર્ચ પેટે ગ્રાહકની રકમ લોન લીધી તે બેંકમાં ભરી આપવા અને બાકીની રકમ ગ્રાહકને ચુકવી દેવી એવો હુકમ કરેલ છે.કોઇપણ ગ્રાહકનું વાહન ચોરાઈ જાય કે સળગી જાય તો પ્રથમ જે તે પોલીસ સ્ટેશનમાં અરજી કરવી જરૂરી છે.ગ્રાહકે પોતાના હકક માટે લડવું જોઇએ ખરીદીનું બીલ લેવુ જોઇએ છતાં કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંત ભટ્ટ (મો. ૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૮ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.