વાંકાનેરના દીઘલીયા ગામના બોર્ડ નજીક ઓવરટેક કરતાં સમયે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
મોરબીમાં વાઇરલ થયેલ ટ્રકના વિડીયો બાબતે પોલીસે આરોપીની કરી ધરપકડ
SHARE
મોરબીમાં વાઇરલ થયેલ ટ્રકના વિડીયો બાબતે પોલીસે આરોપીની કરી ધરપકડ
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર એક ટ્રક પસાર થઈ રહ્યો હોય અને તે આગળ જતા રોડ સાઈડમાં પલટી મારી ગયો હતો તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી કરીને મોરબી પોલીસ દ્વારા આ વિડીયોને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર હરીપર (કે) ગામના પાટીયા પાસે ટ્રક નંબર જીજે 12 એડબલ્યુ 0117 ના ચાલક દ્વારા પોતાની તેમજ બીજાની જિંદગી જોખમાઈ તે રીતે ટ્રક ચલાવવામાં આવ્યો હતો તે બાબતને ધ્યાને લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે ટ્રક ચાલક સત્તારભાઈ કાસમભાઇ સમા (46) રહે. મઉમોટી મફતનગર તાલુકો માંડવી જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









