મોરબીમાં વાઇરલ થયેલ ટ્રકના વિડીયો બાબતે પોલીસે આરોપીની કરી ધરપકડ
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે કાર ચાલકે હડફેટે લેતા એક વર્ષની બાળકીનું મોત
SHARE
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે કાર ચાલકે હડફેટે લેતા એક વર્ષની બાળકીનું મોત
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ફૂગ્ગ વેંચતા પરિવારની એક વર્ષની બાળકીને કાર ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હોવાથી તે બાળકીને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર લઈને નાશી ગયેલ હતો જેથી કરીને હાલમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતિ મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે રહેતા અને ફુગ્ગા વેંચવાનું કામા કરતાં તેમજ મજૂરી કામ કરતા કાલુરામ સીતારામ બાવરીયા (35)એ કાર નંબર જીજે 36 એ એલ 8169 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મહારાણા પ્રતાપ સર્કલ પાસે કાર ચાલકે તેઓની એક વર્ષની દીકરી દિવ્યાને હડફેટ લીધી હતી જેથી તે બાળકીને શરીરે ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને કાર ચાલક પોતાના હવાલા વાળી કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









