મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર લેઉવા પાટીદાર સમાજનું સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબીમાં સરદાર લેઉવા પાટીદાર સમાજનું સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો

મોરબી ખાતે શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સૌરાષ્ટ્ર-કચ્છમાથી રોજી રોટી કમાવવા માટે મોરબીમાં આવેલા અને અહીના રહેવાસી બની ગયેલા લેઉવા પાટીદારો તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા.

મોરબીમા રહેતા લેઉવા પાટીદાર સમાજના સભ્યોનો પરિચય, સમાજ ના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ તથા સમૂહ ભોજનનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ તકે ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા જે.વી. કાકડીયા, જિલ્લા ટ્રેઝરી અધિકારી પી.આર.રાવરિયા તેમજ મામલતદાર, નાયબ મામલતદાર, પોલીસ અધિકારીઓ, મોરબીમા સેવા આપતા લેઉવા પાટીદાર સમાજના ડોકટરો, સી.એ. વગેરે લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના જ્ઞાતિ રત્નો એવા નરેન્દ્રભાઈ સંધાત કે જેઓ ભારત સરકારના સિરામિક અને રિફેક્ટરી વિભાગના સભ્ય છે અને સરદારધામના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપે છે તેનું સન્માન કરવામાં આવ્યું હતુ.

મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને લજાઈ ગામે આવેલ ઉમા સંસ્કાર ધામના અધ્યક્ષ એ.કે.પટેલ, શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા ઉપપ્રમુખ બેચરભાઈ પટેલ, સભ્ય હસુભાઈ દુબરિયા, આર.ડી.સી. બેંક ના ડિરેક્ટર સંજયભાઈ ભાગિયા વગેરેનુ સન્માન મોરબી તાલુકા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ સુમંતભાઇ રોકડ, ઉપપ્રમુખ મંગલજીભાઈ સુવાગીયા સહિતની ટીમે કર્યા હતા આ તકે લેઉવા પાટીદાર સમાજના 750 જેટલા કુટુંબીજનો હાજર રહ્યા હતા અને સમૂહભોજનનો લાભ લીધેલ હતો.




Latest News