મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા


SHARE







મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડની રકમ વિકાસ કામો માટે આપવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રીમહાપાલિકાઓ અને પાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે કુલ 3850 કરોડની રકમના ચેક અર્પણ કર્યા હતા

આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરો-મહાનગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓ, સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરેન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કર્યું છે. અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સુદ્રઢ નાણાં વ્યવસ્થાપનને પરિણામે નગરો-મહાનગરોમાં જન સુખાકારીના કામો માટે હવે નાણાંની કોઈ તંગી રહી નથી. એટલું જ નહિં, લોકહિતના જે કામો થાય છે તે લોકો જુએ છે અને ઈઝ ઓફ લિવિંગને પરિણામે વધુ નવા કામો માટેની લોકોની અપેક્ષાઓ જાગી છે.

આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકાના પદાધિકારીઓ, કમિશનરો અને ચીફ ઓફિસરો હાજર રહયા હતા. તેઓને નગર સુખાકારીના વધુને વધુ ગુણવત્તાયુક્ત કામોમાં નાણાનો સદુપયોગ થાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. ચેક વિતરણ કાર્યક્રમમાં અમદાવાદને 870 કરોડ, સુરતને 770 કરોડ, વડોદરાને 285 કરોડ, રાજકોટને 232 કરોડ, ભાવનગરને 105 કરોડ અને જામનગરને 105 કરોડ તેમજ જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાને 65-65 કરોડ આપવામાં આવેલ છે જયારે ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબી મહાપાલિકાને પ્રત્યેક 55-55 કરોડની રકમ આપવામાં આવેલ છે. તો નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે '' વર્ગની કુલ 41 પાલિકાઓને 307.50 કરોડ, '' વર્ગની 34 પાલિકાઓને 221 કરોડ, '' વર્ગની 60 પાલિકાઓને 270 કરોડ અને '' વર્ગની 17 પાલિકાઓને 59.50 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, નવા કામોના આયોજન સાથે જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિની પણ કાળજી લેવાય અને જેટલા કામો થાય તે ગુણવત્તાયુક્ત થાય તે માટે પદાધિકારીઓ-અધિકારીઓ કામોની સાઈટ વિઝીટ સાથે મળીને કરે તે જરૂરી છે. ખાસ કરીને શહેરોમાં નવા નિર્માણ થનારા રસ્તાઓ આર.સી.સી.ના જ બને તેની તાકીદ કરતા કહ્યું હતું કે, સ્વચ્છતા પ્રત્યે વિશેષ કાળજી લેવાય તે જરૂરી છે. અને દુર્લક્ષ સામે કડક પગલાં લેવાનું પણ તેમણે સૂચન કર્યું હતું. તેમજ ગ્રીન કવર વધારીને પર્યાવરણ પ્રિય શહેરો બનાવવાની હિમાયત કરતાં નવી બનતી ટી.પી. સ્કીમમાં એક ટકા જેટલી જમીન વૃક્ષારોપણ માટે ફરજિયાત અનામત રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેનો પણ લોકોની સુખાકારી માટે બાગ-બગીચા, ઓક્સિજન પાર્ક વગેરેના નિર્માણ ઉપરાંત અમલ થાય તે જરૂરી છે.






Latest News