મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા !
Breaking news
Morbi Today

મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત


SHARE









મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત

મોરબી શહેરના લોકોને મહાપાલિકા દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે જોકે, ફિલ્ટર હાઉસ બંધ પડેલ હોય લોકોને દૂષિત પાણીનું છેલ્લા ઘણા સમયથી વિતરણ કરવામાં આવે છે જેની લોકોમાંથી ફરિયાદ ઉઠી રહી છે તો પણ મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ મેયરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને હાલમાં પીવા લાયક શુદ્ધ પાણી આપવાની માંગ કરવામાં આવી છે અને જો મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી મહાપાલિકાના 13 વોર્ડ છે અને તેમાં મહાપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવે છે જેથી મંગળવારે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજ સિંહજાડેજાની આગેવાની હેઠળ મોરબી મહાપાલિકાના મેયર ઉતમ સુરાણીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે શહેરના દરેક વોર્ડમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે અને લોકોને મહાપાલિકા દ્વારા દૂષિત તથા દુર્ગાધ યુક્ત પાણીની સપ્લાય કરવામાં આવે છે જેથી મોરબીમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે અને લોકોને ઝાડા ઉલટી, ટાયફોડ, કમળો વગેરે જેવા રોગ થાય તેવી શક્યતાઓ છે જેથી લોકોને પીવાનું શુધ્ધ આપવામાં આવે તેવી માંગ કરી છે અને વધુમાં પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, મોરબીમાં પાણીના ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેને ચાલુ કરવામા આવે અને લોકોને શુદ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો કામ કરવામાં નહીં આવે આગામી સમયમાં સ્થાનિક લોકોને સાથે રાખીને મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન અને ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારે હતી આ તકે કોંગ્રેસના આગેવાન મુકેશભાઈ ગામી, રાજુભાઈ ટાવર, દમયંતીબેન નિરંજની, વસીમભાઈ મનસુરી સહિતના આગેવાનો સાથે રહ્યા હતા




Latest News