મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સેવાદળ કારોબારી-સ્નેહમિલનનું આયોજન


SHARE









મોરબીમાં કાલે સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સેવાદળ કારોબારી-સ્નેહમિલનનું આયોજન

મોરબી જિલ્લા કોંગ્રેસ  પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સાથે સંકલન કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સેવાદળ કારોબારી તેમજ સ્નેહમિલનનું આયોજન કરેલ છે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો, તાલુકા અધ્યક્ષઓ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડેલા સભ્યઓ તેમજ ઓબીસી સેલ, માઇનોરીટી સેલ, લઘુમતી સેલ, એસ.સી. સેલના પ્રમુખઓ, તમામ ફ્રન્ટલ સેલના પ્રમુખઓ અને કોંગ્રેસના કાર્યકરોએ અચૂક હાજર રહેવા માટે કહેવામા આવ્યું છે અને શુક્રવારે તા. 10/1/2025 ના રોજ સવારે 10:00 કલાકે શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોલ ઉમિયા આશ્રમની પાછળ કાર્યક્રમ રાખવામા આવેલ છે આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ તરીકે લાલજીભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ પ્રગતિબેન આહીર, ગુજરાત કોંગ્રેસ સેવાદળ પ્રભારી દેવેન્દ્ર શર્માજી સહિતના હાજર રહેવાના છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી કોંગ્રેસ શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ બાબુભાઈ વેરાણાએ તમામ લોકોને આવવા માટે આમંત્રણ આપેલ છે.




Latest News