મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અવારનવાર થતી ગોહત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની રમેશભાઈ રબારીની માંગ


SHARE









મોરબી જિલ્લામાં અવારનવાર થતી ગોહત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની રમેશભાઈ રબારીની માંગ

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગાની હત્યા કરવામાં આવી રહી છે અને અવરનવર ગૌહત્યાના બનાવ સામે આવે છે ત્યારે તાજેતરમાં ખાખરેચી ગામના બે માલધારીઓની ગાયોની કતલ કરવામાં આવી છે જેથી કરીને ગાયની હત્યા કરનારા આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ તેવી માંગ કરી છે.

હાલમાં મોરબી જિલ્લાના જે ગૌહત્યાની માહિતી સામે આવેલ છે અને ફરિયાદ આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ છે જેથી પોલીસને મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ અભિનંદન આપેલ છે. અને કહ્યું હતું કે, 13 ગાયો લાપતા છે અને અન્ય માલધારી સમાજના લોકોની ગાયો પણ ગુમ છે ત્યારે ગાયોની હત્યા થઈ હોય તેવી શંકા છે જેથી કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ફરી વખત આવી ઘટના મોરબી જિલ્લામાં કે અન્ય વિસ્તારોમાં ન બને તે માટે ગાયોની હત્યા કરનારા સામે આકરા પગલાં લઈને તેના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે તેવી માંગ કરી છે. અને ગાયની હત્યા કરનાર આરોપીને વકીલ ન મળે તેવી ગોઠવણ વકીલ મંડળ દ્વારા કરવી જરૂરી છે જેથી કરીને મોરબી બાર એસો.  દ્વારા આ મુદે ઠરાવ કરવામાં આવે તેવી પણ અપીલ કરેલ છે.




Latest News