મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક કુદરતી હાજતે ગયેલ બાળકનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













મોરબી નજીક કુદરતી હાજતે ગયેલ બાળકનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી નજીકના નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ પાસે બાળક કુદરતી હાજતે ગયો હતો ત્યારે પગ લપસી જવાના કારણે તે કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બધા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ શ્યામ કંપની પાસેથી નર્મદાની કેનાલ પસાર થાય છે તે કેનાલ પાસે પ્રભુભાઈ નીનામાનો 15 વર્ષનો દીકરો સુભાષ કુદરતી હાજતે ગયો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે પગ લપસતા તે કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તે બાળકના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના મકનસર ગામે રહેતા સુરેશભાઈ દેવજીભાઈ ચાવડા (30) નામનો યુવાન બાઇક લઈને પાનેલી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઇ ગયું હતું જેથી તે રસ્તા ઉપર પટકાયો હતો અને તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં નજરબાગ રોડ ઉપર આવેલ જવાર સોસાયટીમાં રહેતા કનુભાઈ કુંભાભાઇ ભરવાડ (43) નામનો યુવાન બાઇક લઈને મોરબીના બગથળા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી કરીને 108 મારફતે તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નક્ષત્ર હોસ્પિટલે તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.








Latest News