શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

તસ્કરોનો નાઈટ પેટ્રોલિંગ !: વાંકાનેર શહેરની ગુલશન ગ્રીન સોસાયટીમાં તાળા તોડી ઘરમાં પ્રવેશ કરતા ચાર તસ્કરો સીસીટીવીમાં કેદ


SHARE





તસ્કરોનો નાઈટ પેટ્રોલિંગ !: વાંકાનેર શહેરની ગુલશન ગ્રીન સોસાયટીમાં તાળા તોડી ઘરમાં પ્રવેશ કરતા ચાર તસ્કરો સીસીટીવીમાં કેદ

વાંકાનેર શહેરના ગુલશન ગ્રીન સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાં બંધ મકાનના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી રોકડ તથા અન્ય મુદ્દામાલની ચોરી થઈ હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે જોકે આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની કોઈ ફરિયાદ હજુ સુધી નોંધાયેલ નથી અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

સામાન્ય રીતે શિયાળા અને ઉનાળામાં ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધતું હોય છે તેવી જ રીતે છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ચોરીની ઘટના બનતી હોય તેવા સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થાય છે અગાઉ મોરબી શહેરના આલાપ રોડ ઉપરના સોસાયટી વિસ્તાર, રાજપર રોડ ઔદ્યોગિક વિસ્તાર અને લજાઈ ચોકડી પાસેના કારખાનાના વિડીય પણ વાયરલ થયા હતા જોકે ચોરીની આ ઘટનાઓના વિડીયો વાયરલ થયા બાદ પોલીસ ચોપડે આ બાબતે કોઈ ફરિયાદ નોંધાઇ નથી તેવામાં વાંકાનેર શહેરમાં આવેલ ગુલશન ગ્રીન સોસાયટીમાં ચાર તસ્કરો દ્વારા રાતના સમયગાળા દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા અને ત્યાં બંધ મકાનના તાળા તોડવામાં આવ્યા હતા જોકે તાળા તોડતા પહેલા ઘર પાસે મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાને પણ તોડવામાં આવ્યા હતા તેવું પણ હાલમાં જે સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયા છે તેમાં દેખાઈ રહ્યું છે જોકે ચોરીની આ ઘટના સંદર્ભે વાંકાનેરમાં હજુ સુધી ફરિયાદ નોંધાયેલ નથી પરંતુ સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે રોકડ તથા અન્ય મુદ્દામાલની ઘરમાંથી ચોરી થયેલ છે અને રાત્રિના સમયગાળા દરમિયાન અવારનવાર આ પ્રકારે ચોરીની ઘટનાને તસ્કરો દ્વારા અંજામ આપવામાં આવતો હોય લોકોમાં ફાફડાટ વ્યાપી ગયો છે ત્યારે મોરબી જિલ્લામાં ખરેખર પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરે છે કે પછી તસ્કરો તે સવાલ ઉઠી રહ્યો છે.




Latest News