શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી કાર માલીકને નુકસાન વળતરની રકમ ચુકવવા ગ્રાહક અદીલતનો હુકમ


SHARE





મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી કાર માલીકને નુકસાન વળતરની રકમ ચુકવવા ગ્રાહક અદીલતનો હુકમ

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી ટીંબડીના વતની દુર્લભજીભાઈ છનીયારાને ઈનોવા કારની નુકશાની પેટે રૂા.૧,૨૨,૧૫૧ નવ ટકાના વ્યાજ સાથે અને રૂા. ૨૦,૦૦૦ અન્ય ખર્ચ પેટે ચુકવવાનો ઇન્ફીન્યુમ કાુ.ને ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે.

મોરબી તાલુકાના ટીંબડીના વતની દુર્લભજીભાઈ શીવલાલ છનીયારાની ઈનોવા કાર જે ડીઝલથી ચાલે છે.ગ્રાહકે ગાડી લેતા સમયે આ કંપનીના ડીલર ટોયોટો કીલોસ્કરના એજન્ટે કહેલ કે એક લાખ કીલો મીટર કાર ચાલે ત્યાં સુધી કાંઈ થાય તો તેના માટે કાું. ફ્રી સર્વીસ આપશે આવી લોભામણી વાતો કરેલ અને ગ્રાહકે રૂા.૨૦,૭૦,૦૦૦ ની ગાડી ખરીદ કરેલ. તા. ૩૧-૧૨-૨૨ ના રોજ કારમાં ખામી સર્જાતા ગ્રાહકે ડીલરને તથા કંપનીને જાણ કરેલ કે મારી ગાડી એક લાખ કીલો મીટરથી ઓછી ચાલેલી છે છતા ગાડીમાં મીસ્ટેઈક થઈ ગઈ છે.કંપની તથા ડીલરે કહેલ કે તમોએ જે ડીઝલ ભરાવેલ છે તે બરાબર નથી ભેળસેળ વાળુ છે.જેના કારણે ફીલ્ટરમાં ફોલ્ટ થયેલ છે માટે તમોએ કરેલ ખર્ચ નહી મળે આવો જવાબ આપ્યો હતો.

જેથી દુર્લભજીભાઈએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફત ગ્રાહક અદાલતમાં કેસ કરેલ.અદાલતે નોંધ લીધી કે શીવાનંદ પેટ્રોલીયમમાં ગ્રાહક વર્ષોથી ડીઝલ પુરાવે છે અને તા.૩-૧૨-૨૨ ના રોજ આ શીવાનંદ પેટ્રોલીયમમાં ઘણી ગાડીમાં ડીઝલ પુરવામાં આવેલ છે તો બીજી ગાડીની ફરીયાદ પણ આવે પરંતુ કોઇની ફરીયાદ આવેલ નથી તેથી પેટ્રોલમાં કોઈ ભેળસેળ પુરવાર થતી નથી માટે કંપનીએ દુર્લભજીભાઈને રૂા.૧,૨૨,૧૫૧ નું ખર્ચ થયેલ છે તેના તા.૧૧-૫-૨૩ થી નવ ટકાના વ્યાજ સાથે અને રૂા.૧૦,૦૦૦/- દશ હજાર માનસિક ત્રાસ અને રૂા.૧૦,૦૦૦/– અન્ય ખર્ચ પેટેના ચુકવવાનો આદેશ અદાલતે કરેલ છે.ગ્રાહકે પોતાના હકક માટે લડત આપવી જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવી મંત્રી રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.




Latest News