મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં હેલ્ધી બેબી કોમપિટિશન અને કીડ્સ કાર્નિવલ યોજાયો
મોરબીના રંગપર અને વાંકાનેરના માટેલ ગામ નજીક દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એક ની શોધખોળ
SHARE
મોરબીના રંગપર અને વાંકાનેરના માટેલ ગામ નજીક દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એક ની શોધખોળ
મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ કારખાનાની દિવાલ પાસે દારૂની રેડ કરી હતી ત્યારે 42 બોટલ દારૂ સાથે એક ઝડપાયો હતો અને માલ આપનારનું નામ સામે આવ્યુ હતુ જ્યારે માટેલ ગામ પાસે કારખાના નજીકથી 12 બોટલ દારૂ સાથે એક શખ્સા ઝડપાયો છે
જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા રંગપર ગામની સીમમાં આવેલ પ્લેટિનિયમ પેકેજીંગ કારખાનાની દિવાલ પાસે દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 42 બોટલ દારૂનો જથ્થો મળી આવતા 31,770 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી બાબુ ઉર્ફે પાગો પરબતભાઈ કરગતા (25) રહે. બેલા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ માલ તેને વિપુલ સોમાભાઈ લોદરીયા રહે. ગોપાલગઢ તાલુકો ધાંગધ્રા વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં ઇટાલિકા કારખાના પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની 12 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 4500 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ખોડા ગોવિંદભાઇ ટોટા (21) રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળા ની ધરપકડ કરેલ છે અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે