મોરબીના રંગપર અને વાંકાનેરના માટેલ ગામ નજીક દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એક ની શોધખોળ
મોરબીમાં લોનનો હપ્તો ભરવાના ટેન્શનમાં એસીડ પી ગયેલ મહિલાનું સારવારમાં મોત
SHARE









મોરબીમાં લોનનો હપ્તો ભરવાના ટેન્શનમાં એસીડ પી ગયેલ મહિલાનું સારવારમાં મોત
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતી મહિલાએ ઉજીવન બેંક મહિલા મંડળીમાંથી લોન લીધી હતી જે લોનનો હપ્તો ભરવાનો સમય થઈ ગયો હતો અને પૈસાની સગવડ થયેલ ન હોવાથી છેલ્લા બે ત્રણ દિવસથી તે મહિલા ટેન્શનમાં હતી દરમિયાન તેણે એસિડ પી લીધું હતું અને તે મહિલાનું મોત નીપજ્યું હતું.
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જ્યોતિબેન રમેશભાઈ પરમાર (46)એ પોતે પોતાને ઘરે હતા ત્યારે એસિડિ પી લીધુ હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનુ મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવવાની મૃતક મહિલાના પતિ રમેશભાઈ જયંતીભાઈ પરમાર (52) એ મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી પ્રમાણે મૃતક મહિલાએ ઉજીવન બેંક મહિલા મંડળી માંથી એક વર્ષ પહેલાં 45,000 રૂપિયાની લોન લીધી હતી જેનો દર મહિને 2600 નો હપ્તો ભરવાનું આવતો હતો અને હપ્તો ભરવાની તારીખ હોય છેલ્લા બે ત્રણ દિવસથી હપ્તા માટેના રૂપિયાનું સેટિંગ ન થતા મૃતક મહિલા ટેન્શનમાં રહેતી હતી અને તેણે એસિડ પી લીધું હતું દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
દેશી દારૂનો 300 લીટર આથો
માળીયા મીયાણા તાલુકાના નવાગામ થી મેઘપર ગામ તરફ જવાના રસ્તે નદીના કાંઠે બાવળની જાળીમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 300 લીટર આથો મળી આવતા પોલીસે 7,500 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે જોકે આ માલ ફારુક ફતેહમત મોવર રહે. રણછોડનગર મોરબી વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
