મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં હેલ્ધી બેબી કોમપિટિશન અને કીડ્સ કાર્નિવલ યોજાયો
SHARE









મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં હેલ્ધી બેબી કોમપિટિશન અને કીડ્સ કાર્નિવલ યોજાયો
મોરબીમાં આવેલ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કુલ દ્વારા હેલ્ધી બેબી કોમપિટિશન અને કીડ્સ કાર્નિવલનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર અને વિજેતા બાળકોને સન્માનીત કરવામાં આવ્યા હતા
આ આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને સ્કુલની વિઝીટ દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. અને ત્યના દરેક કલાસમાં કંઇકને કંઇક અલગ થીમ હતી અને સ્કુલનો એકે એક ખૂણો બાળકોને કંઈક ને કંઈક શીખવવા માટે બનાવ્યો હોય એવું લાગતું હતું. આ સ્કૂલમાં મોરબીના દોઢથી ચાર વર્ષના બાળકો માટે હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન પણ હતું જેમાં મોરબીના 300 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. અને પેરેન્ટસનો ઉત્સાહ જોઇને ચોકકસ એવું લાગ્યું કે મોરબીના પેરેન્ટસ એમના બાળકો માટે પણ ખૂબ ઉત્સાહીત હતા. આ સાથે કિડસ કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં મેજીક શો, પપેટ શો, પોટર, જપીંગ, ડાન્સ ઝોન, ગેમ ઝોન, ટેટુ ઝોન આર્ટ ઝોન વિગેરેનો બાળકોએ અને તેના પેરેન્ટસે પણ આનંદ માણ્યો હતો. અને હેલ્ધી બેબી કોમ્પીટીશનનું રીઝલ્ટ જાહેર થતાં જ નવયુગનું એમ્ફિથિયેટર ચીચીયારીઓથી ગુંજી ઉઠયું હતું જેમાં કાર, બાઇક અને સાઇકલ જેવા આકર્ષક ઇનામો આપવામાં આવેલ હતા ને ભાગ લેનાર બાળકોને ગીફટમાં કોફી મગ તેમજ હની-બની ડાયપર કંપની દ્વારા ડાયપર કીટ ગીફટ આપવામાં આવી હતી
