મોરબી સાયન્સ કોલેજના વર્ષ 2005 ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
મોરબીમાં રોડ સાઈડમાં નહીં ડીવાયડરની વચ્ચો વચ્ચ કારનું પાર્કિંગ !: અકસ્માત થાય તો જવાબદાર કોણ ?
SHARE
મોરબીમાં રોડ સાઈડમાં નહીં ડીવાયડરની વચ્ચો વચ્ચ કારનું પાર્કિંગ !: અકસ્માત થાય તો જવાબદાર કોણ ?
મોરબી શહેરના મોટાભાગના વિસ્તારની અંદર પાર્કિંગની સમસ્યા આડેધડ બાંધકામના કારણે ઊભી થયેલ છે કારણ કે રોડ ટચ બહુમાળી બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે પરંતુ તેમાં પાર્કિંગની કોઈપણ વ્યવસ્થા રાખવામાં આવી નથી જેથી કરીને રોડ સાઈડમાં અન્ય વાહન ચાલકોને નડતરરૂપ થાય તે રીતે આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે જો વાત કરીએ મોરબીના સનાળા રોડની તો ભક્તિનગર સર્કલથી લઈને ઉમિયા સર્કલ સુધીના વિસ્તારમાં રોડની બંને બાજુએ બહુમાળી બાંધકામમાં ઊભા કરી દેવામાં આવ્યા છે જો કે, ત્યાં પાર્કિંગની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા રાખવામાં આવી નથી જેથી કરીને ત્યાં દુકાનોમાં શોપિંગ કરવા માટે કે પછી રેસ્ટોરન્ટ અને હોટલોમાં જમવા માટે જતા લોકોના વાહનો રોડ સાઈડમાં પાર્ક કરી દેવામાં આવે છે જેથી રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોને પારાવર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેવામાં ગઈકાલે રાત્રે એક વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક ડિવાઈડરની વચ્ચોવચ એક કાર પાર્ક કરીને મૂકવામાં આવી હતી ત્યારે રોડ સાઈડમાં આડેધડ પાર્કિંગ તો ઠીક હવે ડિવાઈડર ઉપર પાર્કિંગ થવા લાગ્યું છે ત્યારે મોરબીમાં ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને મહાકાલિકાની ટીમ આવા વાહન ધારકોની સામે કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે.