મોરબીમાં રોડ સાઈડમાં નહીં ડીવાયડરની વચ્ચો વચ્ચ કારનું પાર્કિંગ !: અકસ્માત થાય તો જવાબદાર કોણ ?
મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી સાત જગ્યાએ મારામારી: ઇજા પામેલા નવ લોકો સારવારમાં
SHARE









મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી સાત જગ્યાએ મારામારી: ઇજા પામેલા નવ લોકો સારવારમાં
મોરબી શહેર અને તાલુકામાં જુદીજુદી સાત જગ્યાએ મારા મારીના બનાવ બનેલ છે જેમાં ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બનાવની જાણ કરી હતી.
મોરબીના વિદ્યુતનગરમાં રહેતા રાજુભાઈ લાલસાપ્રસાદ ઉપાધ્યાય (30) નામના યુવાનને માળિયા ફાટક ચોકડી પાસે મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી મોરબીમાં જિલટોપ સિરામિક સામેના ભાગમાં રહેતા જલ્પાબેન સુરેશભાઈ સોનાગ્રા (40) અને સુરેશભાઈ ઠાકરશીભાઈ સોનાગ્રા (42) ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી. મોરબીમાં ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રમેશભાઈ લાલુભાઈ સાતોલા (42) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો. મોરબીના ત્રાજપર વિસ્તારમાં સારીકાબેન અમરશીભાઈ વરાણીયા (40)ને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા. મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે મારામારીના બનાવમાં જાનમામદ મોવર (20) અને તાજુભાઈ મોવર (30) નામના બે વ્યક્તિઓને ઇજા થઈ હતી. મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્મશાન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અનિલ દિનેશભાઈ દલસાણીયા (26) નામના યુવાનને મારા મારીમાં ઇજા થયેલ છે. મોરબીના જેતપર બેલા રોડ ઉપર સોમનાથ પેટ્રોલ પંપ પાસે રીક્ષા ઉભી રાખવા બાબતે બોલાચાલી અને મારામારિનો બનાવ બનેલ હતો જેમાં મોરબીના કુબેરનાથ રોડ ઉપર મેમણ શેરીમાં રહેતા વસીમ અસર્ફ કાસમાણી (32) ને ઇજા થયેલ હતી.
ફિનાઇલ પિતા સારવારમાં
મોરબીના ચામુંડા નગરમાં રહેતા હેતલ ખેંગારભાઈ મકવાણા (25) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના બેલા રોડ ઉપર આવેલ પટેલ વિહાર હોટલ ખાતે રહેતા સંગીતાબેન કાંતિભાઈ (30) નામની મહિલાને મહેન્દ્રનગર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
