ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું: દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE

















મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું: દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીના પીપળી ગામ પાસે આવેલ સોસાયટીમાં રહેતા યુવાને એલ.ઇ. કોલેજ નજીક આવેલ મંદિર પાસે ઝેરી દવા પી લીધી હતી અને ત્યારબાદ તેના કૌટુંબિક વ્યક્તિને ફોન કરીને જાણ કરી હતી અને આ યુવાનને સારવાર માટે લઈ ગયા હતા જો કે, ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ ધર્મગંગા સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં અભયભાઈ બાલાશંકર દવે (48) નામના યુવાને મોરબી એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ આગ્નેશ્વર મંદિર પાસે ઝેરી દવા પી લીધી હતી ત્યારબાદ તેના કૌટુંબીક વ્યક્તિને ફોન કરીને તેણે આ અંગેની જાણ કરી હતી જેથી તાત્કાલિક તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું  હતું. અત્રે ઉલ્લેખની છે કે, તા. 13 ના રોજ સાંજે સાતેક વાગ્યાના અરસામાં તે ઘરેથી નીકળી ગયા હતા અને આઠેક વાગ્યાના અરસામાં તેણે ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નીપજ્યું છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને આ પગલું ભર્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ભરેલા આ પગલાંથી તેની એકની એક દીકરીએ પિતાની છત્ર છાયા ગુમાવી છે

બાઇક સ્લીપ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ફરજાનાબેન હસનભાઈ જામ (17) નામની યુવતી બાઇકમાં પાછળના ભાગે બેસીને શિવમ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને ઈજા પામેલ યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા આશિષ રાજુભાઈ વાઘેલા (38) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે રહેતા જીવનભાઈ નારણભાઈ વર્મા (25) નામનો યુવાન ત્રાજપર ચોકડીથી ઘૂટુંના રસ્તા ઉપર વાહન લઈને જતો હતો ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી




Latest News