મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું: દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
30 સાલ બેમિસાલ કાર્યક્રમની તૈયારી માટે મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં મિટિંગ યોજાઇ
SHARE
30 સાલ બેમિસાલ કાર્યક્રમની તૈયારી માટે મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં મિટિંગ યોજાઇ
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને 30 સાલ બેમિસાલ કાર્યક્રમ અંતર્ગત સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજવામાં આવી હતી અને ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનને 30 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને વર્ષ 1995 માં પ્રથમ વખત ચૂંટાયાને પણ 30 વર્ષ સંપન્ન થવા આવ્યા છે. ત્યારે 30 વર્ષના લાંબા સુશાશનમાં ધારાસભ્યની સતત રજુઆતો અનેક વિકાસ કામો કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોરબી માળીયા વિધાનસભા વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોથી જનતા-મતદારોને અવગત કરાવવા અને માહિતગાર કરવા અને સતત સાત સાત ચૂંટણીમાં ભાજપની તરફેણમાં જનાદેશ આપવા બદલ મતદારોનો આભાર માનવા, અભિવાદન કરવા, કૃતજ્ઞતા વ્યક્ત કરવા કાર્યક્રમના આયોજન માટે મિટિંગ યોજાઇ હતી. જેમાં વર્ષ 1995ની સ્થિતિ અને 2025ની આજની સ્થિતિની સરખામણી કરી હતી આ કાર્યક્રમને કેવા પ્રકારનું સ્વરૂપ આપી શકાય એ માટેના અમૂલ્ય સૂચનો પ્રાપ્ત કર્યા હતા.