30 સાલ બેમિસાલ કાર્યક્રમની તૈયારી માટે મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં મિટિંગ યોજાઇ
મોરબીના પ્રવેશદ્વાર સમાન શનાળા રોડે દબાણ હટાવતા કમિશ્નર: શહેર હાર્ટ સમાન નહેરૂ ગેઇટ ચોકમાં સફાઈ કયારે ?
SHARE
મોરબીના પ્રવેશદ્વાર સમાન શનાળા રોડે દબાણ હટાવતા કમિશ્નર: શહેર હાર્ટ સમાન નહેરૂ ગેઇટ ચોકમાં સફાઈ કયારે ?
મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા કમિશ્નરની આગેવાની હેઠળ દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારે જેસીબીની મદદથી પાકા દબાણો તોડી નાખવામાં આવ્યા હતા અને લારી ગલ્લા સહિતના દબાનોને દુર કરાવવામાં આવ્યા હતા જો કે, શહેરના પ્રવેશદ્વાર સમાન રોડે દબાણ હટાવવામાં આવેલ છે પરંતુ શહેરના હાર્ટ સમાન નહેરૂ ગેઇટ ચોકમાંથી દબાણોને કયારે દૂર કરવામાં આવશે તે સવાલ ઉઠી રહ્યો છે.
મોરબીના શનાળા રોડ ઉપર આજે મહાપાલિકાની ટીમ દ્વારા કમિશ્નરની આગેવાની હેઠળ ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી ત્યારે જેસીબીની મદદથી પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને લારી ગલ્લા સહિતના દબાણોને દૂર કર્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, શહેરના જે 24 મુખ્ય માર્ગ છે જેના ઉપર થઈ ગયેલ દબાણોને દૂર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને “વન વીક વન રોડ” એટ્લે કે અઠવાડિયામાં એક રોડ ઉપર આવી જ રીતે દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. આજે શનાળા રોડે ઉમિયા સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધી રોડ સાઈડમાં જેટલા પણ દબાણો હતા તેને દૂર કરાવવામાં આવેલ છે અને ભવિષ્યમાં પાછા દબાણ ન થાય તેના માટે દર અઠવાડિયે જુદાજુદા વિસ્તારમાં આવી જ રીતે દબાણોને હટાવવા માટેનું કાર્યવાહી ચાલુ જ રાખવામા આવશે.
અત્રે ઉલેખનીય છેકે, મોરબીનો શનાળા રોડે શહેરના પ્રવેશદ્વાર સમાન છે અને ત્યાં કરવામાં આવેલા દબાણોને હટાવવા માટેનું કામ મહાપાલિકાની ટીમે હાલમાં કર્યું છે અને અગાઉ અનેક વખત ત્યાં દબાણો હટાવવા માટેની કામગીરી કરવામાં આવેલ છે પરંતુ મોરબીના હાર્ટ સમાન નહેરૂ ગેઇટ ચોકમાં કરવામાં આવેલા દબાણો કેમ અધિકારીઓને દેખાતા નથી તે સૌથી મોટો સવાલ છે મોરબીના નહેરૂ ગેઇટ ચોક, પરાબજાર, ગાંધીચોક, લોહાણાપરા, શાક માર્કેટ ચોક, મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર રોડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે આડેધડ લારી, ગલ્લા અને પાથરણાના દબાણ કરવામાં આવેલ છે તેને મહાપાલિકાની ટીમ કયારે દૂર કરાવશે તે તો આગામી સમય જ બતાવશે.