મોરબીની મહિલા પાસેથી ફાઇનાન્સ કંપનીએ વધુ વસુલેલ રૂપિયા વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ
SHARE









મોરબીની મહિલા પાસેથી ફાઇનાન્સ કંપનીએ વધુ વસુલેલ રૂપિયા વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ
મોરબીના વતની નિરાલીબેન રાહુલભાઈ ભાલોડીયાને ઈન્ડીયા સેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન કંપની તરફથી અન્યાય થતા મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેતા મારફત મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ અદાલતમાં કેઈસ દાખલ કરતા કોર્ટે નિરાલીબેનને રૂા.ત્રીસ હજાર પુરા ૯ ટકાના વ્યાજ સાથે અને રૂા.સાત હજાર અન્ય ખર્ચના મળી કુલ રૂા ૩૭,૦૦૦ તા.૧૦-૯-૨૨ થી ચુકવવાનો આદેશ કરેલ છે.
કેસની વિગત એવી છે કે, નિરાલીબેન મેહુલભાઈ ભાલોડીયા બંને પતિ પત્નિએ ઈન્ડીયા સેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન શું. લી. ગુડગાંવ પાસેથી રૂા. ૧૪,૫૦,૦૦૦ ની લોન લીધેલ અને પ્રતિમાસ રૂા.૧૯,૩૦૧/- લેખે ૧૮૦ હપ્તાથી લોન ભરપાઈ કરી આપવામાં આવેલ હોવા છતા ફાયનાન્સ કંપનીએ ગ્રાહક પાસેથી રૂા.૩૦,૦૦૦ વધારે વસુલ કરેલ છે જે ફાયનાન્સ કંપનીની સેવામાં ખામી દેખાઈ આવે છે.જયારે નિરાલીબેને રકમ પાછી માંગી તો પરત આપવાની ના પાડી દીધેલછે. જેથી તેઓએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ દાખલ કરેલ. અદાલતે ધ્યાનપૂર્વક કેસનો અભ્યાસ કરી નિરાલીબેન પાસેથી વધારાના વસુલ કરવામાં આવેલ રૂા. ૩૦,૦૦૦ ઉપર તા.૧૦-૯-૨૨ થી ૯ ટકાના વ્યાજ સહીત તથા રૂપીયા ૭,૦૦૦ અન્ય ખર્ચના મળી કુલ રૂપીયા ૩૭,૦૦૦ નીરાલીબેનને ચુકવી આપવા ફાયનાન્સ કંપનીને આદેશ કરેલ છે.
ગ્રાહકે લોન લેતા પહેલા ફાયનાન્સ કંપની પાસેથી લોનના કાગળોની કોપી મેળવી લેવી જરૂરી અને આવશ્યક રહે છે.અમુક ફાયનાન્સ કંપની પોતાની રીતે વર્તન કરે છે. RBI ની મંજુરી વગર ચેક રીટર્ન થાય તો રૂા. ૫૦૦ પેનલ્ટી વસુલ કરે છે તે ગેરકાયદેસર છે.આમ આવી ઘણી બધી રીતે ગ્રાહક પાસેથી નાણા વસુલ કરવામાં આવે છે.જેની ગ્રાહકને ખબર પણ હોતી નથી.જેથી ગ્રાહક જયારે પણ પૈસા ભરે ત્યારે યાતો ચેકથી ભરે અગર તો ઓન લાઈન ભરે અને જો રોકડા ભરે તો તેની પહોંચ લેવી જરૂરી અને આવશ્યક છે.જો કોઈપણ ગ્રાહકને આ રીતે કોઈપણ તરફથી અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨ ), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.
