રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કાલે માંધાતાદેવ અને વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE









વાંકાનેરમાં કાલે માંધાતાદેવ અને વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

વાંકાનેરમાં ભગવાન માંધાતાદેવ અને વેલનાથ બાપુના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તે મંદિરે કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથોસાથ ત્રીજા સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરના થાન રોડ પર નિર્માણ પામેલા ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા સમૂહલગ્નોત્સવનું પણ આયોજન કરાયું છે ત્યારે કાલે તા 16 જાન્યુઆરીએ સવારે 6 થી 12 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્યક્રમ યોજાશે અને અને સવારે 6 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરાયું છે. જેમાં 16 નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. તેની સાથે જ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી મહાપ્રસાદ પણ યોજાશે. આ તકે વાંકાનેરના શાસ્ત્રી હિતેષભાઈ જોષી દ્વારા લગ્ન વિધિ કરાવવામાં આવશે. અને આ કાર્યક્રમના અધ્યક્ષપદે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કેન્દ્ર સરકારના રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા હાજર રહેવાના છે. તેમજ સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહેશે. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં સમાજના લોકોને આવવા માટે સમસ્ત કોળી સમાજ સમિતિ વાંકાનેર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News