મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને ધારિયા-લોખંડના પાઇપથી માર મારનારા બે સગાભાઈ પકડાયા


SHARE













મોરબીમાં યુવાનને ધારિયા-લોખંડના પાઇપથી માર મારનારા બે સગાભાઈ પકડાયા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં અગાઉ ગાળો બોલવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને બે સગાભાઈઓએ ધારિયા અને લોખંડના પાઇપ વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બંને આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિરની બાજુમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સાતોલા (46)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા તથા રાજેશ અમરશીભાઈ વરણીયા રહે. બંને ત્રાજપર ખારી વાળાની સામે ફરિયાદ કરી હતી કે, એકાદ વર્ષ પહેલા ફરિયાદીને આરોપીઓ સાથે ગાળો બોલવા બાબતે બોલચાલી થયેલ હતી તે બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ધારિયા અને પાઇપ વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને મારમાર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની તપાસ કરી રહેલા હિતેશભાઈ મકવાણાએ આરોપી મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા અને શામજી ઉર્ફે રાજુ અમરશીભાઈ વરાણીયાને પકડીને આગળની કાર્યવાહી કરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા મોહનભાઈ કેશુભાઈ કાટીયા (45) નામના યુવાને મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના નવલખી બાપાસ રોડ ઉપર આવેલી યોગી વિદ્યાલય સામે મારામારિનો બનાવ બન્યો હતો જે બનાવમાં માળીયા મીયાણા ખાતે રહેતા મુકેશ હીરાભાઈ દેવીપુજક (25) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે








Latest News