મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું-મકનસર ગામે દારૂની બે રેડ, 142 બોટલ દારૂ-ક્રેટા ગાડી કબજે: એકની ધરપકડ, ત્રણની શોધખોળ


SHARE













મોરબીના ઘૂટું-મકનસર ગામે દારૂની બે રેડ, 142 બોટલ દારૂ-ક્રેટા ગાડી કબજે: એકની ધરપકડ, ત્રણની શોધખોળ

મોરબીના ઘૂટું નજીક રામકો સોસાયટીમાં ઘર પાસે કારમાં તેમજ મકાનસર ગામે ઘરમાં દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 142 બોટલ દારૂ તેમજ ગાડીને કબજે કરવામાં આવેલ છે અને હાલમાં એક આરોપી પકડાયેલ છે જો કે, ત્રણ આરોપીની શોધખોળ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઘૂટું ગામની સીમમાં રામકો સોસાયટીમાં સંદીપગીરી રમેશગીરી ગોસ્વામીના રહેણાંક મકાન પાસે ક્રેટા ગાડી નંબર જીજે 36 એલ 4202 ઉભી હતી જે ગાડીને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી 48 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 26,976 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 10 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 10,26,976 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, ગાડીનો ચાલક સ્થળ ઉપર હાજર ન હોવાથી ક્રેટા ગાડીના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

આવી જ રીતે મોરબી તાલુકાના મકાનસર ગામે હિમાલય કારખાના વાળા ઢાળ પાસે સ્કાય સિરામિકની બાજુમાં રહેતા યાસીન ખલીફાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 94 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 57,908 રૂપિયાની કિંમતમાં દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી યાસીન ઉર્ફે રુસ્તમ યુનુસભાઇ ખલીફા (29) રહે. સ્કાય સીરામીકની બાજુમાં મકનસર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે કેતન ઉર્ફે મલમ પરમાર રહે. રેલવે સ્ટેશન પાસે થાનગઢ વાળા પાસેથી મંગાવ્યો હતો અને ઇકો ગાડીનો ચાલક વનરાજસિંહ નામના વ્યક્તિ આ દારૂનો જથ્થો તેને આપી ગયેલ છે જેથી કરીને ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે માલ મોકલાવનાર અને આપી જનાર શખ્સોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે




Latest News