મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે નર્મદાની કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE

















હળવદના ટીકર પાસે નર્મદાની કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના ટીકર ગામથી મયુરનગરના રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર પડી જવાને કારણે યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવારજને હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ કોળી વાસમાં રહેતો સંજય ઉર્ફે વિપુલ બાબુભાઈ વલીયાણી (22) નામનો યુવાન કોઈપણ કારણોસર ટીકર ગામથી મયુરનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાના કારણે સંજયનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ચંદુભાઈ અમરશીભાઈ વલિયાણી (46) રહે. ટીકર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા લાખાભાઈ ચૌહાણ (61) નામના વૃદ્ધને ગામમાં કિશન હાર્ડવેર પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના પાનેલી ગામે રહેતા અરજણભાઈ જીવણભાઈ ચાવડા નામના વ્યક્તિ જોધપર નદી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News