ટંકારા તાલુકામાં હનીટ્રેપના ગુનામાં પકડાયેલા મહિલા સહિતના ચાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં ઓદ્યોગીક વિસ્તારમાં રોડ-રસ્તા માટે 1200 કરોડ મંજૂર કરતાં ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુત
SHARE







મોરબીમાં ઓદ્યોગીક વિસ્તારમાં રોડ-રસ્તા માટે 1200 કરોડ મંજૂર કરતાં ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુત
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાં રજૂઆતો કરી હતી તેને ધ્યાને લઈને સરકારે મોરબીના ઉદ્યોગકારોની માળખાકીય સુવિધા માટે જુદાજુદા રોડ બનાવવા માટે વધુ 1200 કરોડ મંજુર કર્યા છે.
મોરબી શહેર, તાલુકા અને જીલ્લામાં ચોતરફ વિકાસ થઈ રહ્યો છે અને સતત નવા કારખાના આવી રહ્યા છે ત્યારે વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે 375.00 કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો કાર્યરત છે. મોરબીના હિતોની હર ઘડી ચિંતા કરતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગમંત્રી સમક્ષ રજુઆત કરતા ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુતે વધુ 1200 કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કર્યા છે. જે સમગ્ર વિસ્તાર માટે ખૂબ જ આનંદ અને ગૌરવની બાબત છે.
આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી પોતપોતાના ઉદ્યોગ ગૃહ સુધી ઉદ્યોગકારો પહોચી શકાશે અને મોટા વાહનો ટ્રક ટ્રેલર પણ આસાનીથી પરિવહન કરી શકશે. અત્રે ઉલેખનીય છેકે, રોડ રસ્તાઓ કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ છે. ડબલ એન્જીન સરકારના માધ્યમથી નેશનલ હાઈવે, નેશનલ એક્સપ્રેસ હાઇવે, ફલાય ઓવર, ઓવરબ્રિજી, અને એઈટ લેન, સિક્સ લેન, ફોરલેન વી9ગેરે ખૂબ મોટી માત્રામાં બની રહ્યા છે. ત્યારે મોરબીના ઉદ્યોગોને આ સુવિધા મળતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી છે.
