મોરબીમાં યુવાન અને તેના મિત્ર ઉપર છરી વડે હુમલો-એટ્રોસીટીના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી
મોરબીના લાલપર ગામે યુવાને ઘરમાં અણધાર્યું પગલું ભર્યું
SHARE







મોરબીના લાલપર ગામે યુવાને ઘરમાં અણધાર્યું પગલું ભર્યું
મોરબી નજીકના લાલપર ગામે રહેતા યુવાને પોતે પોતાની જાતે ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લાલપર ગામે રહેતા જયેશ આસારામ મોરી (28) નામના યુવાને લાલપર ગામે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જીલુભાઈ ગોગરા દ્વારા કરવામાં આવી હોય તેઓની પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાનને માનસિક બીમારી હતી જેથી તેને કોઈ કારણોસર આ પગલું ભરી લીધેલ છે તેવું મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
