મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

અનોખો વિરોધ: મોરબીમાં ઘરે પાણી ન આવતા આધેડે ઘરમાં પાણીના ટાંકામાં બેસીને શરૂ કર્યા અનશન


SHARE





અનોખો વિરોધ: મોરબીમાં ઘરે પાણી ન આવતા આધેડે ઘરમાં પાણીના ટાંકામાં બેસીને શરૂ કર્યા અનશન

મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા આસામીના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી આવી રહ્યું નથી જેથી તેને મહાપાલિકામાં રજૂઆતો કરેલ છે તો પણ પાણી આવી રહ્યું નથી. માટે નારાજ થયેલા આસામી દ્વારા આજે તંત્રની સામે અનોખો વિરોધ કરવામાં આવેલ છે અને તેના જ ઘરમાં આવેલ પાણીના ટાંકામાં બેસીને અનશન આંદોલન શરૂ કર્યું છે.

સરકાર માનવી ત્યાં વિકાસ અને પાણીની વાતો કરવામાં આવે છે જો કે, આજની તારીખે મોરબી શહેરમાં ઘરમાં પાણી ન આવે તેવી સ્થિતિ છે અને આટલું જ નહીં પાણી ન આવતું હોય તો રજૂઆતો કરવામાં આવે તો પણ તેને કોઈ ધ્યાને લેતું નથી જેથી લોકોને પાણી માટે હલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ મોરબીમાં છે તેવામાં મોરબીમાં કન્યા છાત્રાલયની પાછળ આવેલ પંચવટી સોસાયટી -2 માં રહેતા ચેતનભાઈ મનસુખભાઈ ભીલાના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી આવી રહ્યું નથી અને તેના માટે ગત તા. 13 પહેલી વખત અને તા. 20 ના રોજ બીજી વખત રજુઆત કરેલ હતી તો પણ પાણી મળે તે માટે નક્કર કામ મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી અને કલેક્ટર તેમજ કમિશનરને રજુઆત કરી હોવા  છતાં પણ કામ કરવામાં આવતું નથી જેથી ચેતનભાઈ મનસુખભાઈ ભીલાએ આજથી તંત્ર સામે નવતર વિરોધ શરૂ કર્યો છે અને તેઓએ તેમના પોતાના જ ઘરમાં ખાણી પડેલા પાણીના ટાંકામાં બેસીને અન્નજળનો ત્યાગ કર્યો છે અને પાણી તેઓના ઘરે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.




Latest News