મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર, ટંકારા અને માળીયામાં દારૂની ત્રણ રેડ: 51 બોટલ દારૂ-40 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા બેની શોધખોળ


SHARE













વાંકાનેર, ટંકારા અને માળીયામાં દારૂની ત્રણ રેડ: 51 બોટલ દારૂ-40 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા બેની શોધખોળ

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની સિમમાં આવેલ વાડીએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 48 બોટલ દારૂ તથા 40 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની ટીમમાં આવેલ નાથાભાઈ ખોડાભાઈ કોબીયાની વાડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 48 બોટલો તથા 40 બિયરના ટી મળી આવ્યા હતા જેથી પોલીસે 42,262 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને ત્યારે સ્થળ ઉપરથી વિજય ચકુભાઈ કોબીયા (25) રહે કોઠારીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક તપાસમાં કાનભા ઉર્ફે મુલરાજસિંહ મહાવીરસિંહ ઉર્ફે મધુભા ઝાલા રહે. કોઠારીયા તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય હાલમાં બંનેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બે બોટલ દારૂ

માળીયા શહેરમાં આવેલ માલાણી શેરીમાં રહેતા ઝાકીરહુસેન માલાણીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે રૂમમાંથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે 1122 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ઝાકીરહુસેન અકબરભાઈ માલાણી (19) રહે. માલાણી શેરી માળીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામથી ખોડાપીપર જવાનો રસ્તા ઉપરથી બાઇક લઈને જઈ રહેલા શખ્સને રોકવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે નંબર પ્લેટ વગરનું બાઇક લઈને જઇ રહેલ શખ્સ બાઇક છોડીને નાશી ગયો હતો જેથી પોલીસ ચેક કરતા નંબર પ્લેટ વગરના બાઈકમાંથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 1514 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 10,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 11,514 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નંબર પ્લેટ વગરનું બાઈક લઈને નીકળેલા અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News