ભુજના સ્મૃતિવન ખાતે ૭૬ માં પ્રજાસતાક દિવસની ઉજવણી એક શામ શહીદો કે નામ
SHARE






ભુજના સ્મૃતિવન ખાતે ૭૬ માં પ્રજાસતાક દિવસની ઉજવણી એક શામ શહીદો કે નામ
૭૬ માં પ્રજાસતાક દિન ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી અને કચ્છમાં આવેલ ભયાવહ ભુકંપ માં જીવ ગુમાવનાર સૌ દિવંગતો અને સ્વજનોને સ્મરણાંજલી અર્પણ કરતાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની પ્રેરણા અને સહકાર સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સ્મૃતિવન ભુજ મધ્યે ભારત માતાના પૂજન એવમ દેશની રક્ષા કાજે બલિદાન આપનારા અમરજવાનોને શ્ર્દ્ધાંજલી, ભુકંપમાં જીવ ગુમાવનારાઓને સ્મરણાંજલી અર્પણ કરતાં સાંજે ૫:૦૦ કલાકે “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. જેમાં લોક ગાયક ઉમેશભાઇ બારોટ, લોક ગાયીકા દેવાંગી પટેલ અને અક્ષય જાની આ કાર્યક્રમમાં રસ પીરશસે. આ કાર્યક્રમમાં જનતા જનાર્દનને ઉપસ્થિત રહેવા કચ્છના સાંસદ તથા ગુજરાત ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ અપીલ કરી હતી.


