ભુજના સ્મૃતિવન ખાતે ૭૬ માં પ્રજાસતાક દિવસની ઉજવણી એક શામ શહીદો કે નામ
મોરબી નજીકથી બોલેરોમાં કતલખાને લઈ જવાતી બે ભેસને ગૌરક્ષકોએ બચાવી
SHARE






મોરબી નજીકથી બોલેરોમાં કતલખાને લઈ જવાતી બે ભેસને ગૌરક્ષકોએ બચાવી
મોરબીના સનાળા બાયપાસ રોડે વાવડી ચોકડી પોસેથી વાહનમાં ગેરકાયદેસર કતલ કરવાના ઇરાદે બે ભેંસને લઈ જતાં હતા ત્યારે અખિલ વિશ્વ ગૌસ્વામી પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યના કમલેશભાઈ બોરીચાની હકીકત આધારે મોરબી ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ તથા અધિકારી ભાઈઓ દ્વારા વોચ રાખવામા આવી હતી ત્યારે બોલેરો પીકપ ગાડી નં. જીજે 36 વી 7940 રોકાવીને ચેક કરી હતી ત્યારે તેમાંથી બે ભેંસ મળી આવી હતી જેથી કરીને એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેથી કરીને પોલીસ ત્યાં આવી હતી અને બંને ભેસને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવેલ છે. આ કાર્યવાહીને સફળ બનાવવા માટે કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડીયા, વૈભવભાઈ પટેલ, મનીષભાઈ કંઝરિયા, પાર્થભાઈ નેસડિયા, વિશાલભાઈ ગાંગાણી, મિત ગોહિલ, લાલાભાઈ, યસ વાઘેલા, હિતરાજસિંહ, જયરારભાઈ ગોહિલ, જેકીભાઈ આહીર, નિલેશભાઈ ડાંગર સહિતના મોરબીના ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહીની સહિતની સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા.


