મોરબી નજીકથી બોલેરોમાં કતલખાને લઈ જવાતી બે ભેસને ગૌરક્ષકોએ બચાવી
મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં માર્ગ સલામતી સેમિનાર યોજાયો
SHARE






મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં માર્ગ સલામતી સેમિનાર યોજાયો
મોરબીમાં આવેલ સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 'માર્ગ સલામતી માસ ૨૦૨૫' અંતર્ગત માર્ગ સલામતી સેમિનારનું એનએસએસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે ડો. અતુલ ધ્રુવે મોરબી આર.ટી.ઓ. ખાતેથી પધારેલા વાહન નિરીક્ષક આર.એ. જાડેજાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તજજ્ઞ વક્તા આર.એ. જાડેજાએ વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે પીપીટીના માધ્યમ દ્વારા વાહન વ્યવહાર અંગેની માર્ગ અકસ્માત અંગેની સરળ ભાષામાં ખૂબ ઉપયોગી માહિતી આપી હતી. અને એનએસએસના સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ વારોતરીયાએ કર્યું હતું.


