મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં માર્ગ સલામતી સેમિનાર યોજાયો
મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ચાલીસ કિલ્લો પતંગના દોરા એકત્ર કર્યા !
SHARE






મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ચાલીસ કિલ્લો પતંગના દોરા એકત્ર કર્યા !
મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મકરસંક્રાંતિના દિવસે લોકોએ એકબીજાની કાપેલી પતંગના દોરા રસ્તામાં જ્યાં ત્યાં લબળતા હોય, લટકતા હોય, રખડતાં હોય એના કારણે બાઈક પર જતાં ઘણા બધા લોકોના ડોકામાં ઈજા પહોંચતી હોય છે, ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે એ બધા દોરા શાળાની 400 જેટલી બળાઓએ શાળાએ આવતા જતા તેમજ પોતાના રહેઠાણ વિસ્તારમાંથઈ ચાલીસ કિલ્લો જેટલા દોરા એકત્ર કર્યા હતા જેથી રસ્તે જતા લોકોને આ દોરાઓથી નુકસાન ન થાય, એકત્ર કરેલા આ બધા દોરા કર્તવ્ય જીવદયામાં અર્પણ કરીને શાળાની નાની નાની બાળાઓએ માનવતાનું મહામુલું કાર્ય કરવા બદલ શાળા પરિવારે તેમજ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા તેમજ કર્તવ્ય જીવદયાના કાર્યકર્તાઓએ તમામ બાળાઓને ધન્યવાદ આપ્યા હતા.


