મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં પ્રજાસતાક દિવસ ધામધૂમથી ઉજવાયો
મોરબીમાં આવેલ ફ્લોરા-158 માં પ્રજાસતાક દિનની ઉજવણી-રમતોત્સવ યોજાયો
SHARE






મોરબીમાં આવેલ ફ્લોરા-158 માં પ્રજાસતાક દિનની ઉજવણી-રમતોત્સવ યોજાયો
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ફ્લોરા-158 માં 26 મી જાન્યુઆરી નિમિતે સવારમાં ધ્વજવંદનના કાર્યક્રમનુ આયોજન થયુ હતુ. ત્યારે વહેલી સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ સ્થાનિક રહેવાસીઓ તેમના બાળકોની સાથે હાજર રહ્યા હતા અને આ ધ્વજવંદનના કાર્યક્રમ બાદ બાળકોએ દેશભક્તિ આધારિત સ્પીચ આપી હતી અને દેશભક્તિ આધારિત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરયા હતા. અને અંતમાં રમત ગમતનું આયોજન કર્યું હતુ જેમાં બાળકો તેમજ વડીલોએ ભાગ લીધેલ હતો. અને આ રમત ગમતમાં વિજેતા થયેલા તમામને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે ફ્લોરા-158 ના પ્રમુખ નિમેષ જીવાણી તથા કમિટી મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી.


