મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણી કરાઇ
મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં પ્રજાસતાક દિવસ ધામધૂમથી ઉજવાયો
SHARE






મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં પ્રજાસતાક દિવસ ધામધૂમથી ઉજવાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં પ્રજાસતાક દિવસની ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી ત્યારે સિનિયર વકીલ અને મોરબી બાર એસો.ના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું ત્યારે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, વિહિપના આગેવાન કમલભાઈ દવે, ડૉ.પરેશભાઈ પારીઆ, ડૉ હાર્દિકભાઈ જેસવાણી, અમુલભાઈ જોશી, મહિધરભાઈ દવે, હાર્દિકભાઈ ભટ્ટ, નરેશભાઈ રાઠોડ, ઘનશ્યામસિંહ ઝાલા, દિપેનભાઈ ભટ્ટ, જીગ્નેશભાઈ ભટ્ટ, પ્રફુલ્લાબેન કોટેચા તેમજ અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે જુદાજુદા સાંસ્ક્રુતિક કાર્યક્રમ વિધાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા તે ઉપરાંત જે વિધાર્થીઓ રમતોત્સવમાં વિજેતા બનેલ હતા તેમને ઇનામ આપીને સન્માનીત કર્યા હતા. તો શાળા પ્રમુખ હિતેશભાઈ મહેતાએ પ્રજાસત્તાકનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. આ તકે મોરબી સંખ્યામાં વિધાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા સંચાલક કૌશલભાઈની સૂચના મુજબ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


