મોરબીમાં આવેલ ફ્લોરા-158 માં પ્રજાસતાક દિનની ઉજવણી-રમતોત્સવ યોજાયો
મોરબીમાં સતવારા કર્મચારી-દાતાઓનો સન્માન સમારોહ યોજાયો
SHARE






મોરબીમાં સતવારા કર્મચારી-દાતાઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળનો ચતુર્થવિધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્નેહમિલન, નિવૃત્ત થતા, પ્રમોશન મળેલ અને નવા સર્વિસમાં જોડાયેલા અધિકારી તેમજ કર્મચારી અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું
મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ ધનજીભાઈ ડાભીએ સહુ કોઈનું શબ્દોથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ છગનભાઈ ખાણઘરે મંડળનો અહેવાલ આપેલ હતો. આ સંસ્થા દ્વારા આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે પુસ્તકો આપવામાં આવે છે. તેમજ દર વર્ષે નિવૃત્ત થતા, પ્રમોશન મળેલ અને નવા જોડાયેલ કર્મચારીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે 13 કર્મચારીઓને સન્માનીત કર્યા હતા. તેમજ સંસ્થાને દાન આપતા દાતાઓ દીપકભાઈ એમ. કંઝારિયા, મહેશભાઈ કંઝારિયા, દેવેશભાઈ કંઝારિયા, ધનજીભાઈ પરમાર વગેરેનું પ્રમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું
ત્યાર બાદ શ્રી સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસો.ના પ્રમુખ એલ.ડી .હડિયલે સમાજના ઉત્કર્ષ વિશે વાત કરી હતી અને રાજકોટ સતવારા સમાજના પ્રમુખ શાંતિભાઈ પરમારે રાજકોટમાં બનતી જ્ઞાતિની કન્યા છાત્રાલય વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ અને શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાએ સર્વે કર્મચારીઓને કુટુંબ માટે, સમાજ માટે અને જ્યાં નોકરી કરતા હોય ત્યાં નિષ્ઠાથી કામ કરવા માટેની ટકોર કરી હતી. આ કાર્યક્રમમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, ભગવાનજીભાઈ પરમાર, માવજીભાઈ માલવિયા, વિજયભાઈ ખાંદલા, હીરાભાઈ કંઝારિયા, મિનેષભાઈ એ. જાદવ, મહેશભાઈ એન. પરમાર વિગેરે હાજર રહ્યા હતા. અને મંડળના મંત્રી ધીરુભાઈ પરમારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.


