મોરબીના રોટરીગ્રામ (અ.)-માણેકવાડાની પ્રાથમિક શાળામાં પ્રજાસતાક દિન ઉજવાયો
SHARE






મોરબીના રોટરીગ્રામ (અ.)-માણેકવાડાની પ્રાથમિક શાળામાં પ્રજાસતાક દિન ઉજવાયો
મોરબી નજીકના રોટરીગ્રામ (અ.) માં આવેલ સરકારી શાળામાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગામમાં સૌથી વધુ ભણેલ દીકરી રીનાબેન શામજીભાઈ પાંચોટિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. ત્યારબાદ ગ્રામ પંચાયત સાથે સંકલન કરી સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજુ કરવામાં આવી હતી અને ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું અમરનગર ગ્રામ પંચાયત દ્વારા સન્માનપત્ર અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સરપંચ તથા વાલીઓ, એસએમસી સમિતિના સભ્યોએ હાજરી આપી હતી. અને રવિભાઈ છત્રોલા, ચિરાગભાઈ કોરડિયા, બેચરબાપા તરફથી બાળકો માટે નાસ્તાનું આયોજન કરાયું હતું તેવું શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવાએ જણાવ્યુ છે તો મોરબી તાલુકાનાં માણેકવાડા ગામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ હતી ત્યાર બાદ વાર્ષિક પરીક્ષામાં બાલવાટિકા તેમજ ધો. ૧ થી ૮ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ શીલ્ડ અને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સરપંચ બ્રિજરાજસિંહ જાડેજા, રતિભાઈ દેત્રોજા, કિશનભાઇ દેત્રોજા, ડાયાભાઈ ચૌહાણ તેમજ ગામના લોકો અને વાલીઓ સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જીગ્નેશભાઈ સાણંદિયા, રવિભાઈ રામાવત, હિતેષભાઇ ગોપાણી, હંસાબેન ગામી, મનીષાબેન વિરમગામા, રસીલાબેન નંદાસણા દ્વારા જહેમત ઉઠાવી હતી.


