મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની નોટરી તરીકે નિમણૂક


SHARE









મોરબી બાર એસો.ના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની નોટરી તરીકે નિમણૂક

મોરબી જિલ્લા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, કોળી સમાજના આગેવાન અને મોરબી જિલ્લાના સિનિયર વકીલ દિલીપભાઈ અગેચાણીયાની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે જેથી કરીને મોરબી જિલ્લાના વકીલ મંડળના તમામ હોદ્દેદારો અને સિનિયર તથા જુનિયર વકીલઓ અને તમામ રાજકીય આગેવાનો પત્રકાર તેમજ પોલીસ મિત્રો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે અને કોળી સમાજમાં એક જ પરિવારમાંથી બે-બે વ્યક્તિઓ એટલે કે તેમના પુત્રવધુ પૂનમબેનની પણ ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થઈ હોય એવી આ પ્રથમ ઘટના છે. આથી કોળી સમાજ ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યો છે. ખાસ કરીને સાંસદ ચંદુભાઈ સિહોરા દ્વારા દિલીપભાઈ અગેચાણીયાને વ્યક્તિગત શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હાલમાં દિલીપભાઈ અગેચાણીયા મોરબી જિલ્લા પંચાયત સહિત અનેક સંસ્થાઓમાં અને લારસન એન્ડ ટર્બો  તથા આરસી ઇન્ડસ્ટ્રીઝ (સોલાર) જેવી મોટી કંપનીઓમાં ચીફ લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહ્યા છે.




Latest News