મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)માંથી જામગરી બંદૂક સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો​​​​​​​ 


SHARE





માળીયા (મી)માંથી જામરી બંદૂક સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો 

માળીયા મીયાણા તાલુકાના ગુલાબડી વિસ્તારમાં દરગાહ પાસે બાવળની જાળીમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી બનાવટની જામરી બંદૂક સાથે હાલમાં રાજકોટમાં રહેતો એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 2500 ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરીને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાની સીમમાં આવેલ ગુલાબડી વિસ્તારમાં ભાવનશાપીરની દરગાહ પાસે બાવળની કાંટમાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી હાથ બનાવટની જામરી એક બંદૂક મળી આવી હતી જેથી પોલીસે 2500 રૂપિયાની કિંમતના હથિયાર કબજે કર્યો હતું અને આરોપી અજમેરભાઈ ઝાકીરભાઇ આલમ (28) રહે. નવાગામ છપ્પનિયા શેરી ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ મૂળ રહે. બિહાર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં ગોરખીજડીયા ગામ તરફ જવાના પાટીયા પાસે બાવળની જાળીમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે રેડ કરીને ત્યાંથી જયેશ માણેકલાલ ત્રિવેદી રહે, રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 380 રૂપિયાની રોકડ કબજે કરેલ છે




Latest News