માળીયા (મી)માંથી જામગરી બંદૂક સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો
મોરબી-વાંકાનેર તાલુકાના દારૂના જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા
SHARE
મોરબી-વાંકાનેર તાલુકાના દારૂના જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા
મોરબી અને વાંકાનેર તાલુકાના દારૂના જુદાજુદા ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં સ્થાનિક પોલીસ અને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા દારૂના જુદાજુદા બે ગુનામાં બે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે
મોરબી તાલુકામાં નોધાયેલ દારૂના બે ગુનામાં આરોપી નાસતો ફરતો હતો જેથી તેને પકડવા માટે પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા સૂચના આપવામાં આવી હતી જેથી કરીને તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં પીએસઆઈ એસ.એન.સગારકા તથા વનરાજભાઇ ચાવડાને મળેલ બાતમી આધારે આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા રહે. જુના નાગડાવાસ તાલુકો મોરબી વાળો રવીરાજ ચોકડી પાસે હતો ત્યાંથી તેને પકડવામાં આવેલ છે આવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં આરોપી છેલ્લા ૪ વર્ષથી નાસતો ફરતો હતો જેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ હતી તેના આધારે આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ (26) રહે. નહેરો કી નાડી તાલુકો ચોહટન રાજસ્થાન વાળો તેના ઘરે હોય ત્યાં જઈને તેને પકડવામાં આવેલ હતો અને ત્યાંથી મોરબી લઈ આવીને તેને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.