વાંકાનેરના નવા રાજાવડલા ગામે નજીવી વાતમાં ધોકા, પાઇપ અને સળિયા વડે માથા ફાડી નાખ્યા, કુલ સાતને ઇજા
મોરબીમાં ચોરાઉ પેટકોકની ખરીદી કરનારા આરોપીની ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીમાં ચોરાઉ પેટકોકની ખરીદી કરનારા આરોપીની ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજૂર
મોરબી તાલુકાનાં ગાળા ગામના પાટીયા પાસે પોણા બે મહિના પહેલા ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યારે કંડલાથી રાજસ્થાન તરફ મોકલવામાં આવતો પેટકોકનો જથ્થો મોરબી સુધી લઈને આવતા હતા અને પેટકોકને ટ્રકમાંથી કાઢીને તેની જગ્યાએ નબળી ગુણવતાનો કોલસો ટ્રકમાં મિક્સ કરતાં હતા જે ગુનામાં એસએમસીની ટીમે ચોરાઉ પેટકોકની ખરીદી કરનારા આરોપીની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેથી કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોરબીમાં ગત તા.8/12 ના રોજ ગાળા ગામના પાટીયા પાસે એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારે પેટકોકની ગાડીઓને ગોડાઉનમાં લઈ આવીને તે ગાડીઓમાંથી પેટકોકની ચોરી કરવામાં આવતી હતી અને જે તે ટ્રકમાંથી કાઢવામાં આવેલ પેટકોકની સામે નબળી ગુણવતાનો કોલસો ભેળસેળ કરવામાં આવતો હતો આમ પેટકોકની ચોરી કરીને વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનારાઓની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી અને જે તે સમયે 12 આરોપીને પકડવામાં આવ્યા હતા જો કે, 8 આરોપીને પકડવાના બાકી હતી.
જે સમયે એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 1584 ટન પેટકોક, વેસ્ટ કોલસો 500 ટન, રોકડ રૂપિયા 2,41,175, મોબાઇલ ફોન 17, ટ્રક ટ્રેલર- 2, હિટાચી મશીન-1, લોડર મશીન- 2 તેમજ 4 ફોર વ્હીલર્સ મળીને કુલ 3,57,13,175 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ ગુનામાં જે આરોપીઓને પકડવાના બાકી છે તેમ ભગીરથ ચંદુલાલ હુંબલ, ચિરાગ મણીભાઈ દુદાણી, કુલદિપસિંહ સુરૂભા ઝાલા, દિલીપભાઈ, વિવાનભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ, ગુપ્તાજી અને રોકી નામના શખ્સોનો સમાવેશ થતો હતો અને આ કેસની તપાસ એસએમસીના પીએસઆઈ એન.જે.પંચાલ કરી રહ્યા છે.
આ ગુનામાં તપાસનીસ અધિકારી દ્વારા ચોરાઉ પેટકોકની ખરીદનાર કરનારા આરોપી નિકુંજભાઈ જમનભાઈ ભીમાણી (33) રહે. બાલાજી રેસિડેન્સી,ક્રિષ્ના સ્કૂલ પાસે રવાપર મોરબી મૂળ રહેલ વાંકીયા ધ્રોલ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. અને આ શખ્સ દ્વારા ચોરી કરેલ પેટકોકની ખરીદી કરીને કયા અને કોને વેંચવામાં આવતો હતો તે દિશામાં તપાસ કરવામાં આવશે જેથી કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે.