મોરબી ગાયત્રી મંદિર ખાતે સમૂહ યજ્ઞોપવિત-૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હળવદ શાળા નંબર-૪ ખાતે બનેલ પ્રાર્થના હોલના દાતાઓનું સન્માન કરાયું મિશન નવભારતમાં મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પદે આર્યન ત્રિવેદીની વરણી મોરબી જિલ્લામાં મતદાનના ૪૮ કલાક પૂર્વે અને પછીનું પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં મતદાન મથક માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબી મહાપાલિકામાં ટોપથી બોટલ સુધી 1300 જેટલા અધિકારી-કર્મચારીઓની ભરતી માટે સરકારમાં દરખાસ્ત કરાઇ: સ્વપ્નિલ ખરે વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે ભરાયેલ ફોર્મમાંથી ભાજપના એક સહિત 7 અને હળવદમાં કોંગ્રેસ-બસપાના એક-એક સહિત 3 ફોર્મ રદ મોરબીના નવલખી રોડે આવેલ સોસાયટીમાં કુતરાએ અનેક લોકોને બચકા ભર્યા: સીસીટીવી વિડીયો વાયરલ
Breaking news
Morbi Today

મોરબીના નવા મકનસર-બરવાળા ગામે બાકી વિજ બીલની ઉઘરાણી કરવા ગયેલ વીજ કર્મી ઉપર હુમલોની બે ઘટનામાં ચાર આરોપીની ધરપકડ


SHARE













મોરબીના નવા મકનસર-બરવાળા ગામે બાકી વિજ બીલની ઉઘરાણી કરવા ગયેલ વીજ કર્મી ઉપર હુમલોની બે ઘટનામાં ચાર આરોપીની ધરપકડ

મોરબીના નવા મકનસર ગામે વીજ ગ્રાહકનું બિલ બાકી હોવાના કારણે તેની રિકવરી માટે જુનિયર ઈજનેર સહિતના બે કર્મચારીઓ ત્યાં સ્થળ ઉપર ગયા હતા ત્યારે ઘરધણી અને તેના દીકરા તથા ભાઈએ બોલાચાલી, ઝઘડો કરીને ગાળો આપી હતી અને ધારીયા વડે હુમલો કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ઈજનેર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે ત્રણેય આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી વીજ કંપનીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા મીતભાઈ પ્રવીણભાઈ પટેલ (26) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોક બહાદુરભાઇ સારલા, તેના દિકરા આશિષ અશોકભાઈ સારલા અને ભાઇ પીન્ટુ બહાદુરભાઇ સારલા રહે. બધા નવા મકનસર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ હતું કે, અશોક સારલાના ઘરનું વીજ વપરાશનું બિલ બાકી હતું જે રકમની ઉઘરાણી કરવા માટે થઈને જુનિયર ઈજનેર તેના સાથી કર્મચારી દશરથસિંહ દિલુભા સાથે સ્થળ ઉપર ગયા હતા ત્યારે બિલની ઉઘરાણી કરતા અશોક સારલાને તે સારું લાગ્યું ન હતું અને તેણે ગાળો આપી હતી અને ફરિયાદી તેમજ દશરથસિંહ સાથે ઝપાઝપી કરી હતી અને ત્યારે દશરથસિંહને ઢીકા પાટુનો માર માર્યો હતો આ સમયે આશિષ સારલા ઘરમાં પડેલ લોખંડનું ધારીયુ લઈ આવીને ફરિયાદી તથા સાહેદને મારવાનો પ્રયત્ન કર્યો હતો અને પીન્ટુ સારલાએ ફરિયાદી તથા સાહેદ સાથે જપાજપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે આરોપી અશોક બહાદુરભાઇ સારલા (45), તેના દિકરા આશિષ અશોકભાઈ સારલા (21) અને ભાઇ પીન્ટુ બહાદુરભાઇ સારલા (35) રહે. બધા નવા મકનસર વાળાની તાલુકા પીએસઆઈ બી.એમ. બગડા અને તેની ટીમે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

આરોપી ઝડપાયો

મોરબીમાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા સંજયભાઈ કેશવજીભાઈ વિલપરા (45)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા રહે. બરવાળા વાળા સામે ફરિયાદ કરી હતી કે, તેઓ તથા વિદ્યુત સહાયક કનુભાઈ મોઘાભાઈ મનાથ બંને બરવાળા ગામે વીજગ્રાહક જીવણભાઈ દેવાભાઈના ઘરે તેનું વીજ બીલ 1605 રૂપિયા બાકી હતું જેથી ત્યાં ગયા હતા અને તેઓના ઘરના ઝાંપા પાસે હતા ત્યારે વીજ ગ્રાહક જીવણભાઈ દેવાભાઈ હાજર ન હતા પરંતુ રણછોડભાઈ જીવણભાઈ ખાંભલા હાજર હોય બાકી બિલની રકમ બાબતે તેઓની સાથે વાત કરતા તેમને સારું લાગ્યું ન હતું અને તેને ઉગ્ર અવાજથી ફરિયાદી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને કહ્યું હતું કે “તમારે બિલ લેવાનો સમય થઈ ગયો છે ?” ત્યારબાદ ફરિયાદીને બે ત્રણ ફડાકા મારી દીધા હતા જે ગુનામાં પીએસઆઈ ડી.ડી.જોગેલા અને તેની ટીમે આરોપી રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા (34) રહે. બરવાળા વાળાની ધરપકડ કરેલ છે.








Latest News